Rajat Jayanti 2025
સભાસદો માટે અગત્યનું
બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સોસાયટી લિ.નાં તા.૩૧-૦૩-૨૦૨૪ સુધી સંસ્થાનાં દફ્તરે નોંધાયેલ સભાસદ ભાઇ બહેનોને જણાવવાનું કે રજત જયંતિ ઉજવણી પ્રસંગે ભેટ આપવાની હોવાથી ભેટ પસંદગીનું ફોર્મ સ્માર્ટ કાર્ડ બતાવી લઇ જવુ. આ ભેટ પસંદગીનું ફોર્મ ભરીને તા.૧૫-૧૧-૨૦૨૪ સુધીમાં કામકાજનાં સમય દરમ્યાન ઓફિસમાં જમા કરાવી જવુ. સંસ્થાને નિયત સમયમાં વિકલ્પ મળશે નહિં તો સંસ્થા જે નક્કી કરે તે ભેટ સભાસદે સ્વીકારી લેવાની રહેશે. જે સભાસદોએ સ્માર્ટ કાર્ડનાં ફોર્મ ભરીને જમા નથી કરાવ્યા તેમણે પોતાનું આઇ.ડી પ્રુફ અને કાર્યક્ષેત્રમાં રહેતા હોવાનો પુરાવો જમા કરાવી સ્માર્ટ કાર્ડ બનાવી લેવાનું રહેશે.
તા.ક. : સંસ્થા સાથેનાં દરેક વ્યવહારમાં સ્માર્ટ કાર્ડ ફરજિયાત છે.
લિ.
મેનેજર
(દિનેશચંદ્ર ડી પ્રજાપતિ)